बारात मिथिलानगरी पहोंची
(चौपाई)
मंगल सगुन सुगम सब ताकें । सगुन ब्रह्म सुंदर सुत जाकें ॥
राम सरिस बरु दुलहिनि सीता । समधी दसरथु जनकु पुनीता ॥१॥
सुनि अस ब्याहु सगुन सब नाचे । अब कीन्हे बिरंचि हम साँचे ॥
एहि बिधि कीन्ह बरात पयाना । हय गय गाजहिं हने निसाना ॥२॥
आवत जानि भानुकुल केतू । सरितन्हि जनक बँधाए सेतू ॥
बीच बीच बर बास बनाए । सुरपुर सरिस संपदा छाए ॥३॥
असन सयन बर बसन सुहाए । पावहिं सब निज निज मन भाए ॥
नित नूतन सुख लखि अनुकूले । सकल बरातिन्ह मंदिर भूले ॥४॥
(दोहा)
आवत जानि बरात बर सुनि गहगहे निसान ।
सजि गज रथ पदचर तुरग लेन चले अगवान ॥ ३०४ ॥
॥ मासपारायण दसवाँ विश्राम ॥
*
MP3 Audio
*
જાન મિથિલા પહોંચે છે
શ્રેષ્ઠ શુકન સુલભ સૌ તેને બ્રહ્મ સગુણ મળ્યા સુત જેને;
કન્યા સીતા જ્યાં વરરાજા રામ સમધી દશરથ જનક નિષ્કામ,
એવા લગ્નને સુણતાં નાચ્યા સર્વ શુકનો આનંદે રાચ્યા;
કર્યું જાને એ રીતે પ્રયાણ ગરજ્યા ઘોડા ખેંચીને ધ્યાન.
ભાનુકુળકેતુ આવતા જાણી દીધા સરિતાપે સેતુ બનાવી,
વચ્ચે ઉત્તમ રચ્યા આવાસ જનકે સ્વર્ગશા સમૃદ્ધ ખાસ.
શ્રેષ્ઠ શયન પામ્યા ત્યાં અશન મનવાંછિત સર્વ વસન,
નિત્યનૂતન અનુકૂળ સુખ, ભૂલ્યા જાનૈયા ઘર ને દુઃખ.
(દોહરો)
ગડગડ નિશાન સાંભળી ચાલ્યા આગેવાન
ગજ રથ પદચર અશ્વ સહ વધાવવાને જાન.

