बारात का मिथिला में स्वागत
(चौपाई)
कनक कलस भरि कोपर थारा । भाजन ललित अनेक प्रकारा ॥
भरे सुधासम सब पकवाने । नाना भाँति न जाहिं बखाने ॥१॥
फल अनेक बर बस्तु सुहाईं । हरषि भेंट हित भूप पठाईं ॥
भूषन बसन महामनि नाना । खग मृग हय गय बहुबिधि जाना ॥२॥
मंगल सगुन सुगंध सुहाए । बहुत भाँति महिपाल पठाए ॥
दधि चिउरा उपहार अपारा । भरि भरि काँवरि चले कहारा ॥३॥
अगवानन्ह जब दीखि बराता । उर आनंदु पुलक भर गाता ॥
देखि बनाव सहित अगवाना । मुदित बरातिन्ह हने निसाना ॥४॥
(दोहा)
हरषि परसपर मिलन हित कछुक चले बगमेल ।
जनु आनंद समुद्र दुइ मिलत बिहाइ सुबेल ॥ ३०५ ॥
*
MP3 Audio
*
જાનનું મિથિલામાં ઉષ્માભર્યુ સ્વાગત
(દોહરો)
શરબત દૂધ જળે ભર્યા કળશ સુવર્ણતણા
અમૃતમય પકવાન ને ભોજનથાળ ઘણા
વસ્તુ વર્ણનાતીત મધુ ઉત્તમ ફળકેરી
ભેટ મોકલી નૃપતિએ રસ સાથ અનેરી.
ભૂષણ મણિ સુંદર વસન, ખગ મૃગ હયગય તેમ
અર્પ્યા અસંખ્ય વાહનો મંગલ દ્રવ્ય સપ્રેમ.
દધિ ફળના રસ સ્વાદુ ને અન્ય વિવિધ ઉપહાર
ભરી ભરી કાવડમહીં થયા વિદાય કહાર.
પુલકિત આનંદે બન્યા નીરખી સુંદર જાન
સામૈયું કરનાર સૌ, બજવી તરત નિશાન.
દેખી આગેવાનને જાનૈયા હરખ્યા
પરસ્પર મળ્યા પરિચિતો ભળી પ્રેમરસમાં.
મર્યાદા મૂકી મળ્યા સમુદ્ર જાણે બે,
મધુર મહોત્સવ સમ બન્યું દૃશ્ય ખરેખર એ.

