राम-लक्ष्मण पिता दशरथ को मिले
(चौपाई)
निज निज बास बिलोकि बराती । सुर सुख सकल सुलभ सब भाँती ॥
बिभव भेद कछु कोउ न जाना । सकल जनक कर करहिं बखाना ॥१॥
सिय महिमा रघुनायक जानी । हरषे हृदयँ हेतु पहिचानी ॥
पितु आगमनु सुनत दोउ भाई । हृदयँ न अति आनंदु अमाई ॥२॥
सकुचन्ह कहि न सकत गुरु पाहीं । पितु दरसन लालचु मन माहीं ॥
बिस्वामित्र बिनय बड़ि देखी । उपजा उर संतोषु बिसेषी ॥३॥
हरषि बंधु दोउ हृदयँ लगाए । पुलक अंग अंबक जल छाए ॥
चले जहाँ दसरथु जनवासे । मनहुँ सरोबर तकेउ पिआसे ॥४॥
(दोहा)
भूप बिलोके जबहिं मुनि आवत सुतन्ह समेत ।
उठे हरषि सुखसिंधु महुँ चले थाह सी लेत ॥ ३०७ ॥
*
MP3 Audio
*
રામ-લક્ષ્મણ પિતા દશરથને મળે છે
પેખી પોતપોતાના ઉતારા સૌએ માણી દૈવી સુખધારા;
જાણ્યો વૈભવનો નવ મર્મ, માન્યું સકળ જનકકેરું કર્મ.
રામે સીતાના મહિમાને જાણી હર્ષ અનુભવ્યો પ્રેમ પ્રમાણી;
સુણી પિતાનું શુભાગમન થયું સર્વ ચિંતાનું શમન.
મનમાં દર્શનની હતી ઇચ્છા, ગુરુઆજ્ઞાની કિન્તુ પ્રતીક્ષા,
કહ્યું સંકોચવશ ના કાંઇ, જોયા વિશ્વામિત્રે બંને ભાઇ.
પામી આનંદ આપ્યું આલિંગન, આંખ ઊભરાઇ ક્ષણ બે ક્ષણ,
સર તૃષાર્ત પાસે જાય શાંતિ તૃષાર્તને દેખી થાય
એવા ચાલ્યા દશરથને મળવા સુખશાંતિ સંતૃપ્તિ ધરવા.
(દોહરો)
પુત્રો સાથે આવતા મુનિવરને જોઇ
દશરથ સુખના સિંધુમાં ડૂબ્યા સુધ ખોઇ.

