Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मिथिला में उत्सव का माहौल
 
(चौपाई)
रामहि देखि बरात जुड़ानी । प्रीति कि रीति न जाति बखानी ॥
नृप समीप सोहहिं सुत चारी । जनु धन धरमादिक तनुधारी ॥१॥

सुतन्ह समेत दसरथहि देखी । मुदित नगर नर नारि बिसेषी ॥
सुमन बरिसि सुर हनहिं निसाना । नाकनटीं नाचहिं करि गाना ॥२॥

सतानंद अरु बिप्र सचिव गन । मागध सूत बिदुष बंदीजन ॥
सहित बरात राउ सनमाना । आयसु मागि फिरे अगवाना ॥३॥

प्रथम बरात लगन तें आई । तातें पुर प्रमोदु अधिकाई ॥
ब्रह्मानंदु लोग सब लहहीं । बढ़हुँ दिवस निसि बिधि सन कहहीं ॥४॥

(दोहा)
रामु सीय सोभा अवधि सुकृत अवधि दोउ राज ।
जहँ जहँ पुरजन कहहिं अस मिलि नर नारि समाज ॥ ३०९ ॥

*
MP3 Audio

*
 
મિથિલાનગરીમાં ઉત્સવનો માહોલ
 
પેખી રામ સુખી પામી જાન, કરે પ્રીતનાં કોણ વખાણ,
નૃપ સાથે સોહે પુત્ર ચારે તન ધર્માદિ જેવિધ ધારે.
 
દેખી દશરથને પુત્ર સમેત પામ્યા પુરજન હર્ષ વિશેષ;
દેવો પુષ્પ વરસાવવા લાગ્યા, ગીત અપ્સરાનાં મધુ જાગ્યા,
 
લગ્નદિનથી વહેલી જાન આવી એથી મુદિત બન્યા પ્રાણ;
બ્રહ્માનંદાનુભવ કરી સર્વ પુરે ઊજવી રહ્યાં શુચિ પર્વ.
 
(દોહરો)    
સુંદરતાની અવધિ છે સીતા તેમજ રામ,
સુકૃતતણી છે અવધિ આ નૃપ બંને કૃતકામ;
 
મિથિલાનગરીના કહી એમ રહ્યા સૌ લોક
ટોળે સર્વસ્થળે મળી ઉત્સવમગ્ન અશોક.