if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः ।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥१-११॥

ayaneshu cha sarveshu yathabhagam avasthitah
Bhishmam evabhirakshantu bhavantah sarva eva hi

બધી તરફથી ભીષ્મની રક્ષા સર્વ કરો,
નિજ સ્થાને ઊભા રહી રક્ષા સર્વ કરો.
*
तस्य संजनयन्हर्षं कुरुवृद्धः पितामहः ।
सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् ॥१-१२॥

tasya sanjanayam harsham kuruvriddhah pitamahah
simhanadam vindyo occhaih shankham dadhmau pratapvana

કુરુમાં વૃધ્ધ પિતામહે શંખ વગાડયો ત્યાં,
સિંહનાદથી સૈન્યમાં હર્ષ છવાયો હા!
*
MP3 Audio

*
ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः ।
सहसैवाभ्यहन्यन्त स शब्दस्तुमुलोऽभवत् ॥१-१३॥

Tatah shankhascha bheryascha Panavanaka gomukhah
Sahasaiva bhyahanyanta Sa shabdas tumulobhavat

પણવ શંખ આનક અને ભેરી ગોમુખ ત્યાં,
સહસા વાગ્યાં ને થયો ઘોર શબ્દ રણમાં.
*
ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ॥१-१४॥

Tatah shvetair hayair yukte mahati syandane sthitau
Madhavah pandavascha eva divyau shankhau pradadhmatuhu.

સફેદ ઘોડે શોભતા મોટા રથવાળા,
કૃષ્ણ અર્જુને શંખને દિવ્ય વગાડયા ત્યાં.
*
पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः ।
पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः ॥१-१५॥

Panchajanyam hrishikeso Devaduttam dhananjayah
Paundram dadhmau mahashankham Bhimakarma vrikodarah

પાંચજન્ય કૃષ્ણે અને દેવદત્ત અર્જુન,
પૌંડ્ર વગાડયો શંખ ને ભીમે લાવી ધૂન. ॥૧૫॥

Meaning
इसी कारण से सभी योद्धा अपने नियुक्त स्थानों से सर्व प्रकार से भीष्म पितामह की रक्षा करें । तब जयेष्ठ कुरु प्रतापी भीष्म पितामह ने दुर्योधन के हृदय में हर्ष उत्पन्न करते हुये उच्च स्वर में सिंहनाद किया और शंख बजाना आरम्भ किया । उसके पश्चात अनेक शंख, नगारे, ढोल, शृंगी आदि बजने लगे जिनसे घोर नाद उत्पन्न हुआ । उस वक्त श्वेत अश्वों से चालित भव्य रथ में विराजमान भगवान माधव और पाण्डव पुत्र अर्जुन नें अपने दिव्य शंख बजाये । भगवान हृषिकेश नें पाञ्चजन्य नामक शंख तथा धनंजय (अर्जुन) ने देवदत्त नामक शंख बजाया । भीम नें अपना पौण्ड्र नामक महाशंख बजाया ।
*
એથી સર્વ યોદ્ધાઓ, પોતપોતાના નિયુક્ત કરેલ સ્થાન પર રહી સર્વ પ્રકારે આપણા સેનાપતિ એવા પિતામહ ભીષ્મની રક્ષા કરો. તે સમયે વરિષ્ટ કુરુ એવા પિતામહ ભીષ્મે જોરથી સિંહનાદ કર્યો અને શંખનાદ કર્યો, જેથી દુર્યોધનના હૃદયમાં હર્ષની લાગણી થઈ. તે પછી અનેક મહારથીઓએ પોતાના શંખ, નગારા, ઢોલ વગેરે વગાડ્યા. એ બધાના સ્વરોથી વાતાવરણમાં ભયાનક નાદ થયો. એ સમયે સફેદ ઘોડાઓથી શોભતા ભવ્ય રથમાં વિરાજમાન ભગવાન માધવ અને પાંડુપુત્ર અર્જુને પોતપોતાના શંખ વગાડ્યા. ભગવાન ઋષિકેશે પાંચજન્ય શંખ વગાડ્યો અને ધનંજય (અર્જુને) દેવદત્ત શંખ વગાડ્યો. ભીમે પોતાનો પૌડ્રક નામના શંખનો ધ્વનિ કર્યો.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.