if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके ।
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥२-४६॥

yavan artha udapane sarvataha samplutodake
tavan sarveshu vedeshu brahmanasya vijanatah.

કુવાતણો જે હેતુ તે સરવરમાંહી સરે,
તેમ વેદનો મર્મ સૌ જ્ઞાનીમહીં મળે.
*
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥२-४७॥

Karmanye eva adhikaraste ma phaleshu kadachana
ma karmaphalahetur bhur ma te sango stva akarmani

કર્મ કરી લે, કર નહીં ફલની ચિંતા તું,
કર્મ છોડજે ના કદી, શિક્ષા આપું હું.
*
MP3 Audio

*
योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनंजय ।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ॥२-४८॥

Yogasthan kuru karmani sangam tyaktva dhananjaya
siddhyasiddhyoho samo bhutva samatvam yoga uchyate.

સંગ તજી મન યોગમાં જોડી કર્મ કરાય,
ફલમાં સમતા રાખ તો, સમતાયોગ ગણાય.
*
दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनंजय ।
बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ॥२-४९॥

durena hy avaram karma buddhiyogad dhananjaya
buddhau sharnam anvichha kripanah phalahetavah

જ્ઞાનવિનાનું કર્મ ના ઉત્તમ છે તેથી,
જ્ઞાની બન, ફલ ચાહતા કૃપણ કહ્યા તેથી.
*
बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ॥२-५०॥

buddhiyukto jahati aha ubhe sukritduskrite
tasmad yogaya yujasva yogaha karmashu kaushalam.

પાપ પુણ્યથી પર રહે જ્ઞાની યોગી તો,
યોગી થા તું, કર્મમાં કૌશલ યોગ કહ્યો. ॥૫૦॥

Meaning
जिस तरह सरोवर का पानी मिलने पर कुए के पानी की जरूरत नहीं रहेती बिल्कुल इसी तरह ब्रह्म का ज्ञान पाने वाले को फिर वेदों का अध्ययन करने की जरूरत नहीं रहेती । एक बात अच्छी तरह से जान ले, तेरा अधिकार कर्म करने तक सिमीत है, उसका कैसा फल मिले उस पर नहीं । अतः कर्म को फल पाने के लिये मत करो । कर्मफल हेतु न करने से तेरी कर्म करने में आसक्ति नहीं होगी । हे धनंजय, कर्म की सफलता या असफलता – दोनों में समान रहकर तथा आसक्ति रहित होकर कर्म का अनुष्ठान करो । यह समत्व को ही योग कहते हैं और इस प्रकार किये गए कर्म की तुलना में कामना से किये गए कर्म अत्यंत निम्न कहलाते है । इसी कारण हे धनंजय, समबुद्धि से कर्म करने में ही भलाई है । किसी भी कर्म को फल कि इच्छा से करने वाले अत्यंत दीन है । समबुद्धिवाला पुरुष अच्छे और बुरे – दोनों प्रकार के कर्म से मुक्त हो जाता है तथा पाप और पुण्य से पर हो जाता है । इसलिये समत्व के इस योग में अपनी महारथ हासिल करो । कर्मबंधन से छूटने का यही उपाय है ।
*
જેવી રીતે સરોવરનું પાણી મળી જાય તેને કુવાના પાણીની જરૂરિયાત રહેતી નથી તેવી જ રીતે જેણે બ્રહ્મનું જ્ઞાન મેળવી લીધું હોય તેને પછી વેદનું અધ્યયન કરવાની જરૂરત રહેતી નથી. એક વાત બરાબર સમજી લે કે તારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે, એનું કેવું ફળ મળે તેના પર નથી. એથી ફળ મેળવવાની આશાથી કોઈ કર્મ ન કર. જો તું ફળ મેળવવા માટે કર્મ કરીશ તો તને કર્મમાં આસક્તિ થશે. એથી હે ધનંજય, કર્મની સફળતા કે નિષ્ફળતા - બંનેમાં સમાન ચિત્ત રહીને તથા કર્મના ફળની આશાથી રહિત થઈને કર્મ કર. આ રીતે કર્મ કરવાને જ યોગ કહેવામાં આવે છે. આ રીતે (ફલેચ્છાથી રહિત અને સમત્વ બુદ્ધિથી) કરાયેલ કર્મો, ફલાશાથી કરાયેલ કર્મો કરતાં અતિ ઉત્તમ છે. (એથી સમબુદ્ધિ રાખી કર્મ કરવામાં જ સાર છે.) સમબુદ્ધિથી કર્મ કરવાવાળો વ્યક્તિ કર્મથી લેપાતો નથી અને પાપ તથા પુણ્યથી પર થઈ જાય છે. એથી તું સમત્વના આ યોગમાં કુશળતા મેળવ. કર્મબંધનથી છૂટવાનો એ જ ઉપાય છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.