if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः ।
जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् ॥२-५१॥

karmajam buddhiyukta hi phalam tyaktva manisinah
janma bandhavinirmuktaha padam gachhanty anamayam.

જ્ઞાની કર્મોના ફલે મમતા ના રાખે,
જન્મબંધનથી છૂટતાં, અમૃતરસ ચાખે.
*
यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति ।
तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥२-५२॥

yada hi mohakalilam buddhir vyatitarishyati
tada gantasi nirvedam shrotavyasya shrutasya cha

જ્ઞાનથકી તું મોહને તરી જશે જ્યારે,
બાહ્યજ્ઞાન ને ભોગની વિરતિ થશે ત્યારે
*
MP3 Audio

*
श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला ।
समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥२-५३॥

Shrutivipratipanna te yada sthasyati nischala
samadhav achala buddhis tada yogam avapsyasi

બહુ સુણવાથી છે થઈ ચંચલ બુધ્ધિ તે,
અચલ સમાધિ મહીં થશે, ત્યારે યોગ થશે
*
अर्जुन उवाच
અર્જુન કહે છે.
Arjuna Uvacha

स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ।
स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ॥२-५४॥

Sthitapraghnasya ka bhasha samadhisthasya keshava
sthitadhihi kim prabhaseta kim asita vrajeta kim.

સ્થિર બુધ્ધિ છે જેમની, સમાધિ પામ્યા જે.
કેમ રહે તે ને વદે, ઓળખાય શે તે ?
*
સ્થિતપ્રજ્ઞનું વર્ણન

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે.
Shri Bhagavan uvacha

प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् ।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥२-५५॥

prajahati yada kaman sarvan partha manogatan
atmany eva itmana tushtaha sthitapraghnas tadochayte

છોડે સઘળી કામના મનમાં ઉઠતી જે,
આત્માનંદે મગ્ન છે, સ્થિતપ્રજ્ઞ કહ્યા તે. ॥૫૫॥

Meaning
जो महापुरुष समबुद्धि से संपन्न होकर कर्मफल का त्याग कर देतें है, वो जन्म-मरण के बन्धन से मुक्त होकर निर्विकारी परमपद की प्राप्ति कर लेते है । जब तेरी बुद्धि मोह रूपी अन्धकार से ऊपर उठेगी तब इस लोक तथा परलोक संबंधी सभी भोग पदार्थो से तुझे वैराग्य हो जाएगा । तरह तरह के उपदेश सुनकर तेरी मति, जो अब भ्रमित अवस्था में है, वह परमात्मा में अचल और स्थिर हो जाएगी और तु परमात्मा से संयोग कर पाएगा ।
अर्जुन बोले
हे केशव, जिसकी बुद्धि समाधि में स्थिर हो चुकी है, वह पुरुष कैसा होता है ? एसे महापुरुष के क्या लक्षण है, वह कैसे बोलता है, कैसे जीवन-व्यवहार करता है ?
श्री भगवान बोले
हे पार्थ, जब वह अपने मन में स्थित सभी कामनाओं को निकाल देता है, और अपने आप में ही आत्म-संतुष्ट रहता है, तब उसे स्थितप्रज्ञ कहा जाता है ।
*
જે વ્યક્તિ સમબુદ્ધિથી સંપન્ન થઈને કર્મફળનો ત્યાગ કરે છે તે જન્મ-મરણના ચક્રથી છૂટી જઈને પરમપદની પ્રાપ્તિ કરે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી અંધકારથી ઉપર ઉઠશે ત્યારે આ લોક અને પરલોકના બધા ભોગપદાર્થોથી તને વૈરાગ્ય પેદા થશે. અત્યારે વિવિધ ઉપદેશ સુણવાથી તારી મતિ ભ્રમિત થઈ છે. જ્યારે તે પરમાત્મામાં સ્થિર થઈ જશે ત્યારે તું પરમાત્માની સાથે સંયોગ કરી શકશે.
અર્જુન કહે છે
હે કેશવ, જેમની બુદ્ધિ સમાધિમાં સ્થિર થઈ ચુકી છે એ પુરુષ કેવો હોય છે ? (અર્થાત્ એને કેવી રીતે ઓળખવો) એના કેવા લક્ષણો હોય છે ? એ કેવી રીતે પોતાનો જીવનવ્યવહાર કરે છે ?
ભગવાન કહે છે
હે પાર્થ, જ્યારે વ્યક્તિ પોતાના મનમાં ઉઠતી બધી જ કામનાઓને ત્યાગી દે છે અને પોતાના આત્મામાં સ્થિતિ કરે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.