if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કર્મ અને અકર્મ

किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः ।
तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥४-१६॥

kim karma kim akarma iti kavayavah api atra mohitaha
tat te karma pravakshyami yat gyatva mokshyashe ashubhat

અકર્મ તેમજ કર્મમાં મોહાયા વિદ્વાન,
કર્મ કહું જેથી રહે નહીં અશુભમાં ધ્યાન
*
कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः ।
अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ॥४-१७॥

karmano hi api bodhavyam bodhavyam cha vikarmanaha
akarmanshcha bodhavyam gahanah karmano gatihi

કર્મ અકર્મ વિકર્મનો યોગ્ય જાણવો મર્મ
કર્મ રહસ્ય પિછાનવું, ગહન ખરે છે કર્મ.
*
MP3 Audio

*
कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः ।
स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥४-१८॥

karmani akarma yah pashyet akarmani cha karma yah
sah buddhiman manusyesu sah yuktah kritsnakarmakrita

અકર્મ દેખે કર્મમાં, કર્મ અકર્મે જે,
ઉત્તમ કર્મી તે કહ્યા, જ્ઞાની સૌમાં તે.
*
यस्य सर्वे समारम्भाः कामसंकल्पवर्जिताः ।
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ॥४-१९॥

yasya sarve samarambhaha kama sankalp varjitaha
gyanagnidagdhakarmanam tamahuh panditam budhah

ફળની તૃષ્ણા ત્યાગતાં, કર્મ કરે છે જે,
દેહ જ્ઞાનથી કર્મને, પંડિત સાચે તે.
*
त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः ।
कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किंचित्करोति सः ॥४-२०॥

tyaktva karmaphalasangam nitrayatriptah nirasrayaha
karmany abhipravrittoh api na eva kinchit karoti saha

આસક્તિને છોડતાં, નિત્યતૃપ્ત જ્યમ જે,
કર્મ કરે છે માનવી, કરે કૈં નહીં તે.

Meaning
कर्म कया है और अकर्म कया है, इसका निर्णय करने में बडे बडे विद्वान भी मोहित हो जाते हैं । आज मैं तुम्हे बताउँगा कि कर्म कया है, जिसे जानकर तुम कर्मबंधन से मुक्ति पा लोगे । कर्म, अकर्म तथा विकर्म – तीनों के बारे में जानना जरूरी है क्योंकि कर्म की गति अति गहन है ।  जो मनुष्य कर्म में अकर्म को देखता है तथा अकर्म में कर्म को देखता है वही बुद्धिमान है । इसी बुद्धि से युक्त होकर वो अपने सभी कर्म करता है । जिसके द्वारा आरम्भ किया सब कुछ कामना से मुक्त है, तथा जिसके सभी कर्म ज्ञान रूपी अग्नि में जलकर राख हो गये हैं, उसे ज्ञानीजन भी बुद्धिमान कहते हैं । जो पुरुष समस्त कर्म और उनके फलमें आसक्ति का संपूर्ण त्याग करके सदा के लिए परमात्मा में तृप्त, और निराश्रय हो गया है, वह कर्म मे लगा हुआ होकर भी, उससे मुक्त रहेता है ।
*
કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય તે નક્કી કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ ગોથું ખાઈ જાય છે. હું તને કર્મ વિશે સમજાવું જેથી તું કર્મબંધન અને (યુદ્ધભૂમિમાં અત્યારે તને થયેલ) ક્લેશમાંથી મુક્ત થશે. કર્મ, અકર્મ અને વિકર્મ - એ ત્રણેય વિશે જાણવું જરૂરી છે કારણ કે કર્મની ગતિ અતિશય ગહન છે. જે મનુષ્ય કર્મમાં અકર્મને જુએ છે તથા અકર્મમાં કર્મનું દર્શન કરે છે તે બુદ્ધિમાન છે. એ જ્ઞાનથી મંડિત થઈને તે પોતાના સર્વ કાર્યો કરે છે. જેના વડે આરંભાયેલા સર્વ કાર્યો કામનાથી મુક્ત છે તથા જેના બધા કર્મો યજ્ઞરૂપી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા છે, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. જે પુરુષ કર્મફળની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ કરીને પરમ તૃપ્ત અને આશ્રયની આકાંક્ષાથી રહિત હોય છે તે કર્મમાં જોડાયેલો હોવા છતાં એનાથી લેપાયેલો નથી.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.