if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः ।
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥४-२१॥

nirashih yatchitatma tyakta sarva parigrahah
shariram kevalam karma kurvan na apnoti kilvisham

તૃષ્ણા સંગ્રહ છોડતાં, મનનો કાબૂ કરી,
શરીર કર્મ કર્યા થકી થાયે પાપ નહીં.
*
यदृच्छालाभसंतुष्टो द्वन्द्वातीतो विमत्सरः ।
समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते ॥४-२२॥

yadrichhalabh santusto dvandvateito vimatsarah
samah siddhau aiddhau cha kritva api na nibadhyate

લાભાલાભે તૃપ્ત જે દ્વંદ્વાતીત સદાય,
કર્મને કરે તોય તે ના બંધાય કદાય.
*
MP3 Audio

*
જુદા જુદા યજ્ઞ

गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः ।
यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ॥४-२३॥

gatsangasya muktasya gyanavapthita chetasah
yagyai acharatah; karma samagram praviliyate

સંગરહિતને મુક્ત છે જ્ઞાનપરાયણ જે,
કર્મ યજ્ઞભાવે કરે, કર્મ ન બાંધે તે.
*
ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥४-२४॥

brahma arpanam brahma havih brahmagnau brahmana hutam
brahmai tena gantavyam brahmakarma samadhina

અગ્નિ ને સમિધા વળી, હવિયે બ્રહ્મસ્વરૂપ,
કર્મ બ્રહ્મમય તેમને જે છે જ્ઞાનસ્વરૂપ.
*
दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ।
ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति ॥४-२५॥

devam eva apare yagyam yoginah paryupasate
brahmagnau apare yagyam yagyena eva upjuhyati

દેવયજ્ઞ કોઈ કરે, યોગીજન જગમાં,
બ્રહ્માગ્નિમાં યજ્ઞને અન્ય કરે જગમાં.

Meaning
जो कामनाओं से मुक्त होकर, अपने चित और आत्मा को वश में कर, सर्व भोगों का त्याग करके, केवल शरीर से कर्म करता है, वो कर्म करते हुऐ भी पाप को नहीं प्राप्त करता । जो किसी इच्छा के बिना सहज रूप से मिले पदार्थो में संतुष्ट है, जो इर्ष्या से पर है, हर्ष-शोक आदि द्वन्द्वों से ऊपर उठा हुआ है, जो सफलता या असफलता मे सम रहेता है, वो कर्म करते हुए भी उनसे नहीं बँधता । जो अनासक्त होकर और निरंतर परमात्मा का चिंतन करते हुए केवल यज्ञभाव से कर्म करता है, उसके सब कर्म पूरी तरह नष्ट हो जाते हैं (अर्थात् वो कर्म करते हुए भी कर्म नहीं करता) । (क्योंकि) अर्पण करने का साधन भी ब्रह्म है, जो अर्पण हो रहा है वो भी ब्रह्म है, जिसमे अर्पण किया जा रहा है वो भी ब्रह्म है, तथा अर्पण करने वाला भी ब्रह्म ही है । इस प्रकार कर्म करते समय ब्रह्म मे स्थित रहनेवाला योगी ब्रह्म को प्राप्त करता हैं । कुछ योगी यज्ञ के माध्यम से देवों की पूजा करते हैं और कुछ ब्रह्माग्नि की अग्नि मे अपने आत्मा की यज्ञ द्वारा आहुति देते हैं ।
*
જે તૃષ્ણારહિત થઈને, પોતાના મન અને ઈન્દ્રિયોનો કાબૂ કરી કેવળ શરીરનિર્વાહને માટે જ કર્મો કરે છે તે પાપથી લેપાતો નથી. કોઈ ઈચ્છા કર્યા વગર સહજ રીતે જે મળે તેમાં સંતુષ્ઠ રહેનાર, ઈર્ષાથી પર, સુખદુઃખાદિ દ્વંદ્વોથી મુક્ત, તથા વિજય કે હાનિમાં સમતા રાખનાર મનુષ્ય કર્મ કરવા છતાં તેમાં બંધાતો નથી. જે અનાસક્ત રહીને પરમાત્માનું ચિંતન કરતાં યજ્ઞભાવથી બધા કર્મો કરે છે, તેના બધા જ કર્મો નાશ પામે છે. કેમ કે યજ્ઞમાં અર્પણ કરાતી વસ્તુ બ્રહ્મ છે, અર્પણ કરવાનું સાધન બ્રહ્મ છે, જેને એ અર્પણ કરવામાં આવે છે તે બ્રહ્મ છે તથા જે અર્પણ કરનાર છે તે પણ બ્રહ્મ છે. જે આ રીતે કર્મ કરતી વખતે બ્રહ્મમાં સ્થિત હોય તે યોગી બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. કેટલાક યોગીઓ યજ્ઞ વડે દેવતાઓને પૂજે છે, જ્યારે કેટલાક બ્રહ્માગ્નિના અગ્નિમાં પોતાના આત્માની આહૂતિ આપે છે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.