बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः ।
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ॥६-६॥
bandhuh atma atmahan tasya ten atma eva atmana
tijah anatmanah tu shatrutve nartet atma eva shatruvat
જે મનને જીતે સદા મિત્ર બને છે તે,
પોતાનો શત્રુ બને મન ના જીતે જે.
*
जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः ।
शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ॥६-७॥
Jitatmanah prashamtasya Paramatma samahitah
Shitosnasukhduhkhashu Tatha manapranayo.
જાત ઉપર સંયમ કરી લે છે જે યોગી,
શાંત હોય તે, હોય છે પ્રભુ-રસનો ભોગી.
ટાઢ તાપ સુખ દુઃખ ને માન તેમ અપમાન,
ચલિત કરે જેને ન તે યોગી ઉત્તમ જાણ.
*
MP3 Audio
*
ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः ।
युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः ॥६-८॥
જ્ઞાનવિજ્ઞાનથી તૃપ્ત, કૂટસ્થ, વિજિતેન્દ્રિય અને માટી, પથ્થર, સોનાને સમાન રીતે સમજનારો યોગી યુક્ત મનાય છે.
gyanvigyana triptatma kutastha vijitendriyah
yuktah iti uchyate yogi samalosthasma kanchanah
પત્થર સોનું મૃત્તિકા તેને સરખાં હોય,
તૃપ્ત જ્ઞાન-વિજ્ઞાનમાં સાક્ષી જેવો સ્હોય.
*
सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु ।
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ॥६-९॥
shuhin mitraryudasinamadhyasthadveshayabandhushu
sadhushu api cha papeshu samabudhih vishisyate.
મિત્ર શત્રુ મધ્યસ્થ કે બંધુ સ્નેહીમાં,
સમબુધ્ધિ છે તે કહ્યો ઉત્તમ યોગી હા.
*
ધ્યાનની સમજ
योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः ।
एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ॥६-१०॥
યોગીએ એકાંતમાં એકલા રહેવું, મન અને આત્માનો સંયમ સાધવો, આશાથી અને અપરિગ્રહમાંથી મુક્તિ મેળવવી, તેમજ આત્માનું અનુસંધાન સાધવું.
Yogi yunjita satatam atmanam rahasi sthitah
ekaki yatchittatma nirashih aparigrabah
એકાંતમહી બેસવું યોગીએ હરરોજ,
તૃષ્ણા ને સંગ્રહ તજી કરવી અંતર ખોજ.