शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः ।
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् ॥६-११॥
પવિત્ર પ્રદેશમાં સ્થિર આસનને તૈયાર કરવું. એ વધારે ભારે કે છેક જ ખૂંચે તેવું હલકું ના હોય તેનું ધ્યાન રાખવું. આસન ઉત્તરોત્તર કુશ, મૃગચર્મ ને રેશમી વસ્ત્રનું રાખવું.
shuchau deshe pratisthapya sthiram asanam atmanah
na atiyuchhitam na atinecham chailajin kushottarama
સંયમ જાતતણો કરી એકલા જ રે'વું,
પવિત્ર સ્થાને દ્રઢ કરી આસનને દેવું.
*
तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः ।
उपविश्यासने युञ्ज्याद्योगमात्मविशुद्धये ॥६-१२॥
એ આસન પર મનને એકાગ્ર કરી, મન અને ઈન્દ્રિયોની પ્રવૃત્તિઓનો કાબૂ કરીને, આત્માની શુદ્ધિ અને આત્માના સાક્ષાત્કારની ઈચ્છાથી પ્રેરાઈને બેસવું અને યોગાભ્યાસમાં જોડાવું.
tatra ekagram manah kritva yatchitendriyamkriyah
upvishvayasane yunjyat yogan atma vishudhyate
ઈન્દ્રિયો મન વશ કરી, મન એકાગ્ર કરી,
આત્મ શોધવા યોગને કરવો શાંતિ ધરી
*
MP3 Audio
*
समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः ।
सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् ॥६-१३॥
કાયા-મસ્તક-ગ્રીવાને સમાંતર રાખી, સ્થિર અને અચળ રાખી, પોતાના નાસિકાગ્ર પર દ્રષ્ટિને કેન્દ્રિત કરવી. દિશાપ્રદિશાનું અવલોકન ના કરવું.
samam kayashirogreenam dharyana achalam sthirah
samprekshya nasikagram svamdishah cha anavalokayan
કાયા મસ્તક ડોકને કરવા સરખાં સ્થિર,
નાસિકાગ્રને દેખવું, ધરી ચિત્તમાં ધીર.
*
प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थितः ।
मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥६-१४॥
અશાંતિ અને ભયમાંથી મુક્તિ મેળવવી, બ્રહ્મચર્યવ્રત પાળવું, મનને સંયમમાં રાખવું ને પરમાત્મામાં જોડી દેવું.
prashantatma vigatbhin brahma chariurate sthitah
manah sanyamya macchittah yuktah asita matparah
સ્થિરતા રાખી ભય તજી, બ્રહ્મચર્ય પાળી,
મન મારામાં જોડવું બીજેથી વાળી.
*
युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः ।
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति ॥६-१५॥
મનને વશ કરીને એવી રીતે સદા સાધના કરનારો યોગી મારી અંદર રહેલી સનાતન, શાંતિને મનના નિર્વાણ દ્વારા પામી લે છે.
yunjan evam sada atmanama yogi niyatmanasah,
shantin nirvana parmam matsanstham adhigachhati
સંયમથી અભ્યાસને આમ કરે છે જે,
પરમ શાંતિ મુજમાં રહી પ્રાપ્ત કરે છે તે.