Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચાંદલિયા આવ, ચાંદલિયા આવ,
  હેઠે અમારી સાથ રમવાને આવ !

તારલિયા આવ, તારલિયા આવ,
  હેઠે અમારી સાથ જમવાને આવ !

વાદલડી આવ, વાદલડી આવ,
  હેઠે અમારી સાથ સરવાને આવ !

આભલિયા આવ, આભલિયા આવ,
  હેઠે અમારી સાથ ઠરવાને આવ !

વીજલડી આવ, વીજલડી આવ,
  હેઠે અમારી સાથ પડવાને આવ !

વર્ષા, તું આવ, વર્ષા, તું આવ,
  પૃથ્વીને પ્રેમથી પલાળવાને આવ !

ઈન્દ્રધનું આવ, ઈન્દ્રધનું આવ,
  હૈયાને રંગથકી રંગવાને આવ !

સૂરજ, તું આવ, સૂરજ, તું આવ,
  હૈયેથી અંધારું ટાળવાને આવ !

 - શ્રી યોગેશ્વરજી