Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અલૌકિક હશે મુખડું કેવું ઈશ્વરનું મારા?
એ મુખડાને જોવા ઝંખું લઈ પ્રેમધારા ... અલૌકિક

કેવી આંખ હશે એ વિભુની, તેજભરી ન્યારી?
સુખની વીણા વાગે એમાં, શાંતિભરી સારી ... અલૌકિક

પ્રકાશિત હશે કાયા કેવી ? દિવ્ય હશે વાણી;
જોતાંવેંત જ નમું એમને, પરમાત્મા જાણી ... અલૌકિક

વંદન કરતાં કરું પ્રાર્થના, દર્દ મટાડી દો;
સંસારમહીં સઘળે સુખ ને શાંતિ સનાતન હો ...અલૌકિક

ત્યારે પ્રભુજી હસી રહેશે, હાસ્ય હશે કેવું?
દ્રશ્ય ખરેખર હશે અનેરું, એ જોવાં જેવું ... અલૌકિક

 - શ્રી યોગેશ્વરજી