Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સેવાભાવ સદા રાખીશું, સત્ય વાણી ભાખીશું,
 દ્વાર હૃદયનાં ના વાખીશું.  ભારત કાજ, ભારત કાજ.

સંપ અને સહકાર કરીશું, ભેદભાવ સઘળાય હરીશું,
 સ્વાર્થ ગણીને ગૌણ ફરીશું, ભારત કાજ, ભારત કાજ.

શોધ નવીને નવી કરીશું, નવો રંગ સૌનેય ધરીશું,
 ભ્રાતૃભાવથી પ્રાણ ભરીશું, ભારત કાજ, ભારત કાજ.

દુર્ગુણ ખંખેરી નાખીશું, કર્મોને ચોક્ખા રાખીશું,
 શ્રમનો સ્વાદ સદા રાખીશું, ભારત કાજ, ભારત કાજ.

 - શ્રી યોગેશ્વરજી