Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મીઠા નાદે જંગલ ભરતાં, છૂપાતાં કાં પંખી આજ?
મેના પોપટ, મોર ઢેલ ને સારસ, આવે તમને લાજ?

સ્નેહી કાજ હૃદયનાં દ્વારો, ખુલ્લાં જેવાં છે હરકાળ;
ખુલ્લાં તેમ તમારે માટે, છતાં કરો છો શાને વાર?

ઘેર તમારે સ્નેહી આવે, કાં ન વધાવો તો સાનંદ?
ગાઈ ગીત મધુર આ વનમાં, રેલાવો આજે આનંદ.

આવો સરિતામાં સ્નાન કરી, ક્રીડા કરવા થોડીવાર;
સમાન સાથે રમત રમો છો,તેમ રમીએ આપણે આજ.

પછી પડીએ છૂટાં પ્રેમે, ઘેર જઈએ ગાતાં ગીત;
આવો, પંખીડાઓ આવો, બાંધીએ મોંઘેરી પ્રીત.

 - શ્રી યોગેશ્વરજી