Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઓ સાગર, શું ગાયે ? મને સ્વર ના સમજાયે,
તારા શૂર ન સમજાયે, ઓ સાગર, શું ગાયે ?

હળવું હળવું મીઠું કેવું, સાત દિવસ ગાયે;
કંટાળો ના તુજને આવે ? એમ મને થાયે ... ઓ સાગર, શું ગાયે ?

ઉલ્લાસમહીં ગાયા કરતો, દર્દ જ કે ગાયે ?
સોનેરી સ્વપ્નાંને દેખે, કે બળતો લ્હાયે ? ... ઓ સાગર, શું ગાયે ?

પ્રેમમહીં છે મગ્ન બન્યો તું. ઘેન ભરી કાયે;
ગાઈ રહ્યો રહી કોઈનાં, સુખદાયક છાંયે ? ... ઓ સાગર, શું ગાયે ?

જે ગાતો હો ગાયા કર તે, તાપ તથા છાંયે;
હું પણ ગાઈ શકું આમ તો, રસ ન ખરે માયે. ... ઓ સાગર, શું ગાયે ?

 - શ્રી યોગેશ્વરજી