Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તારું મંગલ ગાન, સાગર, તારું મંગલ ગાન.

તરંગ કૈં બાળકના જેવાં, અંકે આ અથડાય;
કોઈ કર પકડે, તો કોઈ ચઢી કેડ પર જાય ... સાગર, તારું

દૂર દૂરથી ગાતો આવે, પ્રેમળ તારું ગાન;
ક્ષણનોયે આરામ ન તારે, ઠરવાનું ના ઠામ ... સાગર, તારું

મોટા મોટા ડુંગર ભેટે, તોય ન તૂટે તાન;
જોમભરેલો ખૂબ છતાંયે, લેશ ન ભૂલે ભાન ... સાગર, તારું

ધીરું ધીરું ગાતો કાંઈ, કરે વળી ગુલતાન;
ભાવભરેલો, ગીત છલેલો, લાગે તારો પ્રાણ ... સાગર, તારું

અખંડ પુરૂષાર્થતણું ગાઈ અમે રહીએ ગાન;
આવી રીતે સદા કરીએ, હરખશોકનું પાન ... સાગર, તારું

 - શ્રી યોગેશ્વરજી