Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ધરતી ખોળે મધુર આજ મેં, એક ઝરણ જોયું
જોતાંવેંતજ એ ઝરણાને, મન મારૂં મોહ્યું. ...ધરતી ખોળે.

આસપાસ નાના ડુંગર ને, નીચે નાની ખીણ;
રમતાં રમતાં જતું એ તરફ,અચાનક જ જોયું. ... ધરતી ખોળે.

ધરતીના કાનમહીં વાતો, કૈંક કહેનારૂં;
હોય શોધતું જાણે એના, દિલડાને ખોયું. ... ધરતી ખોળે.

કંચન જેવું પાણી એનું, મિષ્ટ વળી કેવું
કોણ કહે કે એના રૂપે, કોણ હશે રોયું ? ... ધરતી ખોળે.

જતું હશે ઝરણું ક્યાં, સાગર સરિતામાં નાનું ?
પ્રશ્ન પૂછતાં મેં એનામાં, મુખડાને ધોયું. ... ધરતી ખોળે.

 - શ્રી યોગેશ્વરજી