Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચપલા ચમકે, તારા ટમકે, વાદળ વિલસે છે,
કેકા કરે કલાપી કોઈ, ચાતક તલસે છે.

કો’ક કનૈયો ઘરમાં બેસી, બંસી બજવે છે;
મીઠા માદક સ્વરને છોડી, હૈયું ગજવે છે.

ઝાડો ઝૂલે, ગાયો ગાયે, બાળક બોલે છે;
પોકારે છે પવન પ્રેમથી, દિલડાં ડોલે છે.

ફૂલો ફૂલે, પવન પ્રફુલ્લે, લટોય લેહરાયે;
મોતી મોંઘા જાણે આખા, વનમાં વેરાયે.

 - શ્રી યોગેશ્વરજી