મેં તો ગંભીરા વડલાની ડાળે કે હીંચકાને બાંધ્યો !
એ તો જોરથી કેવો ઝૂલે,
એને માણીને મન બધું ભૂલે, કે હીંચકાને બાંધ્યો ! મેં તો.
કેવો વાયરો એને ઝૂલાવે,
મારી છાતીને કેવી ફૂલાવે ? કે હીંચકાને બાંધ્યો ! મેં તો.
કોઈ પંખીડાં હીંચવા આવે,
નવા રંગ ને ગીત નવાં લાવે; કે હીંચકાને બાંધ્યો ! મેં તો.
એ તો ઊંચે આકાશમાં જાયે,
હવા પૃથ્વીતણી વળી ખાયે, કે હીંચકાને બાંધ્યો ! મેં તો.
એ તો કડડ કડડ થાયે.
એ તો તડડ તડડ ગાયે,
એ તો મસ્તીમાં તૂટી જાયે, કે હીંચકાને બાંધ્યો ! મેં તો.
- શ્રી યોગેશ્વરજી

