Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આંબાને ડાળ એક બેઠી કોયલડી,
મીઠા સૂરને રેલાવી રે લોલ,
ઊંચેઊંચે એક બેઠો છે કાગડો,
આભે જવાને બેઠેલો રે લોલ.

બોલો કોયલબેન, ઊંચુ છે કોણ આજ ?
ઊંચે તો હું જ આજ આભે અહો !
આંબાની ડાળ તો ધરતીની ગોદમાં,
ઊંચે તો કોને બહેની, કહો ?

બોલ્યાં કોયલબેન, આકાશે હોય કે,
બેઠેલાં પૃથ્વીપર છોને અહો,
ઊંચા હૃદય જેનાં, ઊંચા વિચાર જેના,
ઊંચે તો તેનેજ બેઠાં કહો.

આંબાને ડાળ એક બેઠી કોયલડી,
મીઠા સૂરને રેલાવી રે લોલ;
નીચેનીચે એક બેઠો છે કાગડો,
આભે જવાને બેઠેલો રે લોલ.

 - શ્રી યોગેશ્વરજી