સિંહ જુઓ પીંજરમાં આજ, એકાકી ના કરે અવાજ;
યોગી જેવી દીસે આંખ, દીવા જાણે પ્રકટ્યા લાખ.
જગની સાથે જાણે આજ, મૈત્રી કરવા આવ્યા રાજ;
એવા શાંત જુઓ દેખાય, રાજા વનના એ લેખાય.
ચકલી કાગ સમીપે જાય, તો પણ ના એ ગુસ્સે થાય;
છોડી હિંસા તેમજ કાળ, થયા શાંતિ કેરા સરદાર.
પીંજર ખોલી નાખે કો’ક, રહે ન બંધન તેમજ ફોક;
રહો શાંત ત્યારે પણ આમ ? કરો કે પછી હિંસક કામ ?
- શ્રી યોગેશ્વરજી

