Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આ જમીન શ્રી પ્રભુની છે.

એમાં શંકા નાજ કશી છે;
આ જમીન શ્રી પ્રભુની છે.

સૂરજ, ચંદ્ર તથા આભલિયું,
સમાન સૌનું યે છે;
પવન તેમ પાણી પણ સૌનું,
મિલ્કત એ સૌની છે. ...આ જમીન.

માલિકી કરો એના પર ના,
ઈશ્વરની કેવલ એ;
કરો માવજત રૂડી રીતે,
ફળ કે એ ઉત્તમ દે. ...આ જમીન.

ભૂમિહીનને ભૂમિ આપો,
મંત્ર સુખતણો એ છે;
ખાવ સદા વહેંચીને સૌયે,
તૃપ્ત બને સૌયે કે. ...આ જમીન.

 - શ્રી યોગેશ્વરજી