મેં દરિયાને જોયો.
કાલું ઘેલું ગાનારા એ દરિયાને જોયો ... મેં દરિયાને જોયો.
હતી રાત પુનમની ત્યારે, એને મેં જોયો;
ચાંદલિયાને દેખીને એ હતો ખરે મોહ્યો; .... મેં દરિયાને જોયો.
ઊંચા ઊંચા મોજાંવાળો દરિયો મેં જોયો;
આકાશે અડવાને મથતો, પ્રાણ જેમ ખોયો ... મેં દરિયાને જોયો.
પાણીના ભંડારસમા મેં સાગરને જોયો;
નાખી નજર પહોંચી ન શકે, એવો એ સોહ્યો .... મેં દરિયાને જોયો.
નદી એક મળતી’તી એમાં; એને મેં જોયો;
એને જોતાંવેંત જ મારો પ્રાણ ખરે મોહ્યો.
- શ્રી યોગેશ્વરજી

