Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એક નદી નાની, જુઓ આ એક નદી નાની.

વહી જાય છે ધીરેધીરે, બની જરા શાણી;
અવાજ ના થોડોય કરે છે, બોલે ના વાણી. ....જુઓ આ.

ડુંગરમાંથી આવે છે એ, મિષ્ટ લઈ પાણી;
સપાટ મેદાનમહીં ચાલે, સ્વચ્છ લઈ પાની ....જુઓ આ.

નહાય એમાં લોકો કૈંયે, માતા શી જાણી;
પંખીડા કિલ્લોલ કરે છે, પડતાં ને પ્રાણી. ....જુઓ આ.

આવો સ્નાન કરીએ એમાં, બની જરા જ્ઞાની;
સેવાનો સંદેશો આપે, એ છાની માની. ....જુઓ આ.

 - શ્રી યોગેશ્વરજી