Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આ કોસ કહોને કેવો ?

કૂવામાંથી પાણી ભરતાં ઠલવે ખેતરકાજ;
મૂંગી એની સેવા કોઈ જોઈ લેજો આજ.
એ સેવક સાચો એવો. .....આ કોસ.

રેલમછેલ કરે ખેતરને, પકવે તેમ અનાજ;
એના સહકાર વિના ન રહે ખેડૂતતણી લાજ.
એને ધન્યવાદ છે દેવો. .....આ કોસ.

રાતે ચાલે, દિવસે ચાલે, સદાય સુખમાં મ્હાલે;
દે આખા જગને મેવો. .....આ કોસ.

ચામડા થકી બન્યો છતાંયે, સુવર્ણરૂપ ઠર્યો;
એનો જશ છે જોવા જેવો. .....આ કોસ.

જન્મ સફળ છે સંપૂર્ણ કર્યો, ઉત્તમ મંત્ર ધર્યો;
આ જન્મ સફળ હો તેવો. .....આ કોસ.

 - શ્રી યોગેશ્વરજી