Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એક ફૂલ ઉપવનમાં ઊગે. બીજા ચેતન ફૂલ;
બાળક નામ ફૂલડાંનુ એ, સાચેસાચ અમૂલ.
બાળ આ ધરતી કેરાં ફૂલ, એમાં ખરે નથી કૈં ભૂલ.

એક ઝરણ જંગલમાં દોડે. બીજાં ઝરણ સજીવ;
બાળક નામ ઝરણકેરું એ, કેવાં સુંદર શિવ ?
બાળ આ ધરતી કેરાં ફૂલ, એમાં ખરે નથી કૈં ભૂલ.

એક તારલા છે આકાશે, બીજા તારક બાળ;
ટમટમી રહ્યા દિવ્ય તેજથી, પેદા કરી વહાલ.
બાળ આ ધરતી કેરાં ફૂલ, એમાં ખરે નથી કૈં ભૂલ.

એક જ્યોત મંદિરમાં જાગી, બીજી બાળક જ્યોત;
પ્રકાશ ભરતી ઘરમાં કેવો, કરે શોકનું મોત.
બાળ આ ધરતી કેરાં ફૂલ, એમાં ખરે નથી કૈં ભૂલ.

 - શ્રી યોગેશ્વરજી