Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હે ખિસકોલી, ખિસકોલી,

કોણે પાડ્યા તારા ચટાપટા ?
 કોમળ તારી કાયા પરે કોણે હાથ મૂક્યો હેતમાં ?
 કોણે પાડ્યાં આ નિશાન તારાં ? પગલાં જાણે રેતમાં.

હે ખિસકોલી, ખિસકોલી,
કોણે પાડ્યા તારા ચટાપટા ?
 કોણ હશે એનો કલાકાર કે ચિત્રકાર પણ કોણ રહે ?
 કોણે કરી એની કલ્પના હશે ? જોનારા સુખ શું લહે;

હે ખિસકોલી, ખિસકોલી,
કોણે પાડ્યા તારા ચટાપટા ?
 ખેલવા માટે આવે ત્યારે હરખ અમને થાય છે;
 દોડીએ તારી પાછળ ત્યારે કેવી દોડી તું જાય છે ?

હે ખિસકોલી, ખિસકોલી,
કોણે પાડ્યા તારા ચટાપટા ?
 આવ, તને હું હાથ ફેરવું, ભોજન આપું ભાવતું;
 તારા વિના મને એકલું રમવું સાચું કહું ના ફાવતું.

હે ખિસકોલી, ખિસકોલી,
કોણે પાડ્યા તારા ચટાપટા ?

 - શ્રી યોગેશ્વરજી