Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એક અમારો ભારત દેશ.
ભાષા ભલે ભિન્ન હો એમાં,
ભલે જુદા હો એમાં વેશ. ...એક અમારો.
 
જુદા રિવાજો, રૂચિ ને રાગો,
જુદાજુદા છે લોક અનેક;
આત્મા તો પણ એક જ એમાં,
યાદ રહે એ વાત હંમેશ. ...એક અમારો.
 
નદી, પ્રવાહો, અનેક એમાં,
અનેક ડુંગર, તીર્થ અનેક;
નગરો, ગામો, જીલ્લા, રાજ્યો,
તો પણ ભેદ ન લાગે લેશ. ...એક અમારો.

એક જ ધરતી, એક જ લોહી,
ઋતુ ને કુદરત એની એક;
એક જ લગની, એક ભાવના,
એક જ માથાના સૌ કેશ. ...એક અમારો.

 - શ્રી યોગેશ્વરજી