Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જુઓ કળા આ કુદરતની, કાદવમાં આ ખીલી કેવી,
ચારૂ પાંખડી કમળ તણી ! જોવા જેવી ખરે બની. ... જુઓ

વન આખું યે સુંદર લાગે, ધારીને જાણે નથણી,
ભમરા કેવા ભમ્યા કરે છે, માયાવાળા મંત્ર ભણી ? ... જુઓ

કોમળ કેવી કાયા એની ? કોમળતાને છેક વણી;
જોઈ જોઈ આંખ ન થાકે, મજા પડે છે આજ ઘણી. ... જુઓ

એમ થાય કે એના જેવાં, અમે રહીએ બધાં બની;
જન્મ્યાં જગમાં છતાં અમોને,અસર થાય ના જગતતણી. ... જુઓ

 - શ્રી યોગેશ્વરજી