નદીઓ છે અનેક કહી અમારા દેશ ભારતની.
વહે ગંગા અને જમના બરફના પર્વતો પરથી,
વહે છે બ્રહ્મપુત્રા, સિંધુ સતલજ, ભીંજવી ધરતી. .. નદીઓ
નદી જેલમ અને રાવી, ચિનાબ ઈરાવતી જેવી,
વળી છે નર્મદા તાપી નદીઓ સિંધુ હો એવી. ... નદીઓ
જુઓ સાબરમતી, વાત્રક, વળી ગોદાવરી કેવી ?
બની છે તેમ કાવેરી ખરે દક્ષિણની દેવી. ... નદીઓ
અનેક વહે વળી નાની અને મોટી નદી દેશે,
છતાં પણ દેશ એક જ છે, ન એમાં ભેદ છે લેશે. ... નદીઓ
- શ્રી યોગેશ્વરજી

