Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઈશ્વરની દુનિયા કેવી મજાની છે ?
એમાં ખોડ ન કાંઈ છે. ... ઈશ્વરની

રસીલી, રઢિયાળી ને રંગે ભરેલી છે,
ચેતનવાળી છે;
રાસ રમાયે એમાં મજાના;
દેવોને પ્યારી છે. ... ઈશ્વરની

ભેદ ભરેલી તોયે ભેદભાવથી વિહોણી,
ખૂબ જ સારી છે;
પળેપળે પલટાયે,નષ્ટ ના છતાં યે થાયે,
સાચે જ ન્યારી છે. ... ઈશ્વરની

રાખીએ ન્યારી એને, રંગભરેલી એને,
શાંતિ છલેલી ને;
ભૂલેચૂકે ના એને બગાડી દઈએ,
રાખીએ આશા એ. ... ઈશ્વરની

 - શ્રી યોગેશ્વરજી