Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મુકુટ સમાન હિમાલય શોભે, વિંધ્યાચલ પર્વત કેવો ? 
આબુ અને અરવલ્લી પર્વત, પર્વત સાતપુડા જેવો.

માળા નીલગિરિ તણી વ્યાપી, કરતાં જાણે કૈંક વિચાર;
નાની મોટી ડુંગરમાળા, ગણી શકાયે નાજ અપાર.

ગિરનાર વળી સહ્યાદ્રિની, ડુંગરમાળા ચિત્ત હરે;
ડુંગર દેખી દેશતણા એ, સાચે મારું હૈયું ઠરે.

અડગ બની એ પર્વત જેવો, કરું દેશકેરી સેવા;
જોઊં જ્યારે પર્વત ત્યારે, વિચાર આવે છે એવો.

 - શ્રી યોગેશ્વરજી