વસંત કેવી ? સુંદર એવી,
નવજીવનની જનની જેવી !
રસની સઘળે ઊડે છોળ, હર્ષ છવાયે ચારેકોર;
વસંત એવી, સુંદર એવી, રસના કો’ક ખજાના જેવી !
ઝાડપાન નૂતન દેખાય, નવો પ્રાણ સઘળે પેખાય;
શોક જણાયે ક્યાંય નહી, મીઠી લાગે આજ મહી.
વસંત કેવી ? સુંદર એવી, નવજીવનની જનની જેવી !
વસંત કેવી, મધુરી એવી, ચેતનની એ દૈવી દેવી.
- શ્રી યોગેશ્વરજી

