Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વસંત કેવી ? સુંદર એવી,
નવજીવનની જનની જેવી !

રસની સઘળે ઊડે છોળ, હર્ષ છવાયે ચારેકોર;
વસંત એવી, સુંદર એવી, રસના કો’ક ખજાના જેવી !

ઝાડપાન નૂતન દેખાય, નવો પ્રાણ સઘળે પેખાય;
શોક જણાયે ક્યાંય નહી,  મીઠી લાગે આજ મહી.

વસંત કેવી ? સુંદર એવી, નવજીવનની જનની જેવી !
વસંત કેવી, મધુરી એવી, ચેતનની એ દૈવી દેવી.

 - શ્રી યોગેશ્વરજી