Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગીતડાં ગાઓ, હે ભાઈ, ગીતડાં ગાઓ !

ખુલ્લા સાદે તથા ખુલ્લાશા રાગે,
ખુલ્લા હૈયાની સાથે ગીતડાં ગાઓ ! ...ગીતડાં.

વેરઝેર મટે જેથી, કટુતાનો અંત હો,
એવાં અનેરાં પ્રેમપાણી પાઓ;
નાસે સૌ સંકટો, ને થાયે આનંદ બધે,
એવાં અનોખાં ગીત આજે ગાઓ !  ...ગીતડાં.

અંધકાર મટી જાય, પ્રકટે પ્રકાશ ને,
રસના ફુવારા ફૂટે નવલાશા હો;
એવું પ્રભાત હવે પ્રકટાવો ગીતથી,
નવી ઉષા ને નવો સૂરજ લાવો ! ...ગીતડાં.

આશા નવી ને નવી પ્રેરણા ભરીને,
લાખો લોકો હૂંફદાતા થાઓ;
એવું ગાઓ કે આખી દુનિયાને હર્ષ હો;
જીવન નવું બધે ફૂંકી જાઓ !  ...ગીતડાં.

 - શ્રી યોગેશ્વરજી