પારસ્પરિક સંબંધ
કોઈના ઉલ્લાસનું કારણ બનું, આંસુનું નહીં.
કોઈની છાયાનું સાધન બનું, સંતાપનું નહીં.
ઉત્થાનનું કારણ બનું, અધઃપતનનું નહીં.
જન્મનું માધ્યમ થઉં, મરણનું નહીં.
કોઈના સર્જનનું સાધન બનું, વિસર્જનનું નહીં.
કોઈના સુખનું, દુઃખનું નહીં.
વિજયનું, પરાજયનું નહીં.
સફળતાનું, નહીં કે નિષ્ફળતાનું.
એણે એવી કામના કરી કિન્તુ એને ખ્યાલ ના રહ્યો
એકની સાથે બીજું સંકળાયેલું છે;
બન્નેનો પારસ્પરિક અતૂટ સનાતન સંબંધ છે.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)