તમારી એકનિષ્ઠ ભાવભીની ભક્તિનો આધાર લઈને
તમને પરિમલથી પરિપ્લાવિત પુષ્પો ચઢાવું છું,
તમારી સમક્ષ સ્તોત્રપાઠ કરું છું,
તમારા મહિમાનું મંગલમય ગૌરવગીત ગાઉં છું,
અર્ઘ્ય અને નૈવેદ્ય ધરાવું છું,
સુંદરતમ સુવાસિત વસ્ત્રોથી, સુમનમાળાથી શણગારું છું;
તમારી આરતી ઉતારું છું.
તો પણ સંતોષ નથી થતો,
જીવનવીણાનો વિસંવાદ નથી મટતો.
આરાધનાનો મધુર મહોત્સવ નથી બનતો.
તમે મારા અસંતોષને ઓળખીને જણાવો છે,
મને શું ગમે છે, શું નથી ગમતું,
એના ખ્યાલ રાખ તો અસંતોષ ટળી જશે,
જડતા જલી જશે,
વિસંવાદ વિલીન બનશે.
મને મહામંત્ર મળી ગયો,
મહામૃત્યુંજય મહામંત્ર.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)