ક્રમવિકાસ થયો મુજ જીવને:
પ્રણયના મધુ ઘંટ બજી રહ્યા
સતત નીરવ અંતરમંદિરે
સુભગ શાંત નિશીથસમે અહીં
શુચિ નિનાદ થયો રસકાવ્યનો.
પ્રથમ મેં જ કરી કવિતા પછી
કવન શ્રેષ્ઠ મહાકવિએ કર્યું
પ્રથમ અંતર મેં ઉર એહણે
પુનિત ને પ્રણયાર્દ્ર મને ધર્યું;
સ્વર અમે રસમગ્ન રહ્યાં વણી,
હું જ ગયો અધુના કવિતા બની.
- શ્રી યોગેશ્વરજી

