Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જોગન તેં તો બનાવી ઓ જોગી મારા,
જોગન તેં તો બનાવી.

આપ્યો છે ભેખ તેને ફરું છું ધરીને અંગે
અત્તરને પ્રેમના લગાવી. ... ઓ જોગી મારા०

આવું તો કોઈવારે થયું નહોતું વ્હાલા,
તારી પાસે જ હૈયું હારી. ... ઓ જોગી મારા०

જ્યાં જોઉં ત્યાં જોગી, રહ્યો તું જ લાગે,
મોહિની આ તેં શી લગાડી ? ... ઓ જોગી મારા०

અંગે અંગે આ તારા ભણકારા વાગે,
આવી શું ભભૂતિ લગાવી ? ... ઓ જોગી મારા०

વનવનમાં વિહરું તુજને આંસુડાં ચઢાવી
અહાલેક ઊંડી જગાવી. ... ઓ જોગી મારા०

અંતર છે તુજને આપ્યું, ચરણોમાં સઘળું સ્થાપ્યું,
મેં તો પ્રાણાધાર માની. ... ઓ જોગી મારા०

અનુરાગી અંગનો ને આતમનો રાજવી છે
દેજે દેવી હો તે બનાવી. ... ઓ જોગી મારા०

- શ્રી યોગેશ્વરજી