Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જિંદગીનો અવનવીન પુણ્યપ્રવાસ.
એની પગદંડી પરથી પસાર થઈ રહ્યો છું,
જિંદગીનો પ્રેમમય પુણ્યપ્રવાસ.
આજ લગી કેટલી કેડી કપાઈ
અને હજુ કેટલી કાપવી રહી.

આ કેડી પર આકસ્મિક રીતે કેટકેટલી
કલ્યાણકારિણી મૈત્રી થઈ,
કેટકેટલી થયેલી મૈત્રી તૂટી ગઈ,
કેટલી છાયા સાંપડી, કેટલી અગન મળી,
કેટલાં અશ્રુ સાર્યાં, કેટલા ઉલ્લાસ અનુભવ્યા,
કેટલી તૃષા વેઠી, કેટલી તૃપ્તિઓ અનુભવી,
તમે એથી ક્યાં અનભિજ્ઞ છો ?

તમારી શાશ્વત સાક્ષીમાં,
તમારા સૂક્ષ્માતિસૂક્ષ્મ સંસર્ગમાં,
આગળ ને આગળ વધી રહ્યો છું.
જાણું છું, માનું છું, આ છે પુણ્યપ્રવાસ
જિંદગીનો અવનવીન પુણ્યપ્રવાસ.
બીજું ગમે તે થાય
કિન્તુ મારા પ્રવાસ પાછળ કશી કટુતા,
કશો કલેશ, ના રહી જાય;

વર્તમાન પ્રવાસને પૂર્ણ કરીને બીજા
પ્રવાસ માટે પ્રયાણ કરું ત્યારે પણ
મારે માટે એટલું કહેવાય એટલું સંભળાય,
આ મારો પુણ્યપ્રવાસ હતો, પવિત્ર પુણ્યપ્રવાસ.
એમાં મારો સંતોષ હશે. સંપૂર્ણ સંતોષ.

- શ્રી યોગેશ્વરજી