Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સુંદર સુવાસિત શ્વેત વસ્ત્રધારી એક સજ્જને
મારી તસવીર લીધી,
આરતી ઉતારી,
પ્રેમપૂર્વક પ્રશસ્તિ કરતાં મારા પર પુષ્પો નાંખ્યા,
પછી પવનની પીઠ પર બેઠેલા અશ્વે
મને લઈને દોડવા માંડ્યું.

આંખ એકાએક ઊઘડી અને -
એ દ્રશ્ય જગત પુરું થયું.
મને થયું
એના કરતાં આ જગત શ્રેષ્ઠ છે,
અધિક આનંદમય વાસ્તવિક છે,
આ જાગ્રત જગત.

ત્યાં તો કોઈ અંદરખાનેથી બોલ્યું,
આ પણ ક્યાં સુધી ટકશે,
આ પણ ક્યાં નિત્ય છે ?   
નિત્ય તો.......

- શ્રી યોગેશ્વરજી