Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મહીના મહામેળામાં પ્રવેશ ન હોત જો મારો
તમારોયે પ્રવેશ ન હોત ને મંગલ મહા મધુરો
મિલનનો યોગ જાગ્યો હોત જો ના આપણો ન્યારો
અને જાગી ગયો તો પણ પ્રણયનાં બીજ નંખાયાં

હૃદયમાં રોમરોમે હોત ના, અંકુર અને એના
ન આવિર્ભાવ પામ્યા હોત તો તો હોત સારું ના ?
ન અંકુર વૃક્ષમાં પરિણામ પામ્યા હોત બંનેના,
પુનિત પુષ્પો ન પ્રકટ્યાં હોત પ્રાણે પ્રેમભક્તિનાં,

ખરેખર થાત સારું તો, ફળ હવે કિન્તુ છે પ્રકટ્યું
અવનવું, પુણ્ય એને જિંદગીનું અનોખું જાણું.

- શ્રી યોગેશ્વરજી