હવે ગમે ના જડ બંધ છંદના
વૈવિધ્યવાળા નિતનવ્ય રૂપથી
આકર્ષતા અદ્ ભુત અંતરાત્મને,
હવે વિશેષે સરિતા પસંદ
કરે નહીં તાપસશા તટદ્વય;
વિહાર વિસ્તીર્ણ વિશિષ્ટ વ્યોમનો
વિહંગ ઝંખે લઘુ સ્વર્ણપીંજર—
તણો પરિત્યાગ કરી હવે ઘડી.
નાવિન્ય તો જીવનનો સદા સખા
ને દેવતાનું વરદાન દૈવી.
ભલે તજો છંદ રચો અછાંદસ
સ્વૈચ્છિક કાવ્યો કવિરાજ, કિન્તુ
સંબંધવિચ્છેદ કરો ન છંદનો
રે’શે નહીં તો નવ અર્થ કાવ્યનો.
- શ્રી યોગેશ્વરજી

