Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વર્ષ નૂતન આજ; બ્રાહ્મમુહૂર્તમાં
તજી શય્યા પ્રથમવાર દિનોમહીં
સ્નાનથી નિવૃત્ત બનતાં મંદિરે
જતા દર્શન કાજ રસ નૂતન લહી.

વર્ષ નૂતન; આ પહેરી વસ્ત્ર ને
ભૂષણો નૂતન પરસ્પર સાલ હો
મુબારક કહેતાં અનેકો અર્પતાં
માનવો અભિનંદનો ઘૂમે બધે.

રોજની જ્વાળા શમાવી અંતરે
જેમતેમ વદન વળી હસતું કરી
પુરાણા ઓળા ઉતારી નવ્યને
ફરે જન કૃત્રિમપણે પાછા ધરી

વર્ષ નૂતન થયું જીવનમાં પ્રકટ
કે પછી આવી ગયું પંચાંગમાં ?

- શ્રી યોગેશ્વરજી