Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દ્વિતીયાના પર્વે પુનિત યમુનાસ્નાન કરતાં
મનુષ્યો કૈં સ્નેહે મધુર મથુરા કે વ્રજમહીં
જઈને તેડું કે કદિક પણ ના'વે યમતણું
મળ્યાં ત્યારે ભાવે હૃદય ભરતાં ભ્રાત ભગિની.

કરી ભાલે દૈવી તિલક કરમાં પુષ્પ ધરતાં
કહ્યું બેને, જીવો જુગજુગ સુધી બંધુ મુજ આ
અને પામો લક્ષ્મી-સુખ-વિભવ ને કીર્તિ પરમા,
બધી આકાંક્ષાઓ સફળ બનજો સિદ્ધ જગમાં.

ખર્યું અશ્રુ ત્યારે પ્રણયભર ભ્રાતાનયનથી
કહેતાં ભૂલાયે નવ, સુખદ મારે ય ભગિની !

- શ્રી યોગેશ્વરજી