માનસરોવર હંસે મેલી માનસરોવર માયા.
મોતીનો ચારો ચરનારે છોડી મોતી છાયા.... માનસરોવર હંસે०
મમતાનાં આંગણ ઓળંગી
હૃદય અન્યનાં રાગે રંગી
સલામ કરતાં સ્થૂળ ક્ષેત્રને સૂક્ષ્મ સાગરે ન્હાયાં.... માનસરોવર હંસે०
વિશાળ વ્યોમે વિહરી એકલ
ઠામ મેળવ્યું અવિચલ કેવળ,
કાટ ચઢેલી કીધી સઘળી કંચનવરણી કાયા.
આતમનાં અજવાળે અંતે બન્યાં રંકથી રાયા....માનસરોવર હંસે०
- શ્રી યોગેશ્વરજી

