Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અમે શું કરીએ રે, હવે તો થઈ ગઈ છે પ્રીત.
પ્રકટી પ્રાણે પરમાણુમાં પ્રસરી ગઈ અમીટ,
શમાવવી કે ઘટાડવી ના જાણીયે શી રીત. ....અમે શું०

પૂર્વજન્મના પરિણામે આ પ્રકટ બન્યું નવનીત,
શાંત સ્વાદુ સંવાદી જાગ્યું સ્નેહતણું સંગીત.
ચરણે ચોંટ્યું કેમ કરીને કહો તોડવું ચિત્ત,
ભલેને થતી શાશ્વત સ્નેહતણી જગમાંહી જીત. ....અમે શું०

- શ્રી યોગેશ્વરજી