Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મંત્રમુગ્ધ કરનારું સુંદર
રોમરોમમાં રસ ભરનારું
એક ફૂલ આ ગુલાબકેરું.
 
કોમળ કેવું, અદ્ ભુત અનુપમ,
મૃતને પણ સૌગંધ સમર્પી
નવજીવન ધરનારૂં
એક ફૂલ આ ગુલાબકેરું.

જશે એક દિન તો કરમાઈ
એટલે જ એને અવગણવું ?
ધ્યાન ન એનું અલ્પે ધરવું ?

જશે એક દિવસે કરમાઈ
કિન્તુ આજ આનંદ એહનો
સુગંધનો સૌન્દર્યસ્ત્રોતનો
અનુભવવો આ સ્વાદ, ઘડીનો
ભલે હોય તો પણ; એને તો
આદરથી જ રહ્યું નિહાળવું,
સૂંઘવું છતાં ના ભરમાવું.

વિશ્વ ચેતનાનું પ્રકટેલું
પ્રતીક આ અણમોલ અનેરૂં
સુમન સુકોમળ ગુલાબકેરૂં.

- શ્રી યોગેશ્વરજી