Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પતંગ આકાશમહીં અનેક
ઊડી રહ્યા આજ પ્રભાત કાળથી;
કોઈ કપાતા-પડતા, ભરાતા
કોઈક કાપે પળમાં જ પાડે

કે અન્યને, સ્વૈરવિહાર આદરી
વ્યૂહો રચી લક્ષ રહ્યા દિગંતે,
કોઈકના પ્રાણ બની ઉમંગ
આશા વળી ઉત્સવ શા રહ્યા કરી !

પતંગ આ અદ્ ભુત આપણોયે
ઊડી રહ્યો વિશ્વમહીં અનાદિથી
આશાબળે; ક્યાંક કપાય કે કદી
ભરાય, છો થાય કદીક ખંડિત,

કોઈકને દે રસ-શાંતિ ધન્ય તો
ક્યાંયે કરે જો ક્ષણવાર ઉત્સવ.

- શ્રી યોગેશ્વરજી